વ્યારા: વ્યારા શહેરના સયાજી સર્કલ નજીકથી ડીજીવીસીએલ દ્વારા રેલી કાઢવામાં આવી.
Vyara, Tapi | Sep 26, 2025 વ્યારા શહેરના સયાજી સર્કલ નજીકથી ડીજીવીસીએલ દ્વારા રેલી કાઢવામાં આવી.તાપી જિલ્લાના વ્યારા શહેરના સયાજી સર્કલ નજીકથી શુક્રવારના રોજ 11 કલાકની આસપાસ રેલી કાઢવામાં આવી હતી.જે રેલી સેવા સત્ર પખવાડિયા અંતર્ગત ડીજીવીસીએલ ના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં યોજાઈ હતી.જે રેલી નગર માંથી થઈ ઝંડા ચોક વિસ્તાર સુધી પોહચી હતી.જેમાં વીજળી બચાવો સહિતના અલગ અલગ જનજાગૃતિ ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.