વલ્લભીપુર: વલ્લભીપુર ભાવનગર હાઇવે પર ચમારડી નજીક ફોરવ્હીલ કાર રોડ નીચે ખાબકી અકસ્માત સર્જાયો
આજ રોજ તારીખ 4 ઓકટોબર 2025ના રોજ મળતી વિગત મુજબ વલ્લભીપુર ભાવનગર હાઇવે દિવસેને દિવસે અકસ્માત સંભવિત ક્ષેત્ર બનતો જઈ રહ્યો છે , જેનો ભોગ આજે એક કાર ચાલક પણ બન્યા હતા , આ હાઇવે પર ચમારડી નજીક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ખેતરમાં જઈ ખાબકી હતી , જૉ કે સદ નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી .