આંગળીયા ગામે પત્નીની હત્યા કરનાર પતિ દેવીસિંહ રાઠવા પોલીસના હાથે ઝડપાયો છે. તા. 14 ઓક્ટોબરની રાતે સવલીબેન રાઠવા પોતાના ઘરે ઉંઘી રહી હતી ત્યારે પતિએ ઘરકંકાસને કારણે હથિયાર વડે માથા અને મોઢા પર ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. શરૂઆતમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, પરંતુ તપાસ દરમ્યાન સત્ય બહાર આવતા પતિ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ. ગોધરા તાલુકા પોલીસ અને LCB પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો પર્દાફાશ કરી સફળતા મેળવી.