ભરૂચ: રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢી પોલીસે વાહન ચોરને પ્રતિન ચોકડી પાસેથી એલસીબીએ ઝડપી પાડયો
અંકલેશ્વરના પીરામણ ગામના ટાવર બિલ્ડીંગમાં રહેતા મુકેશ રામસિંગ ડામોરએ પોતાની બાઈક નંબર-જી.જે.20.એ.એફ.8204 અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે રોડની સામે દીવાલ નજીક પાર્ક કરી પોતાના વતન દાહોદ ખાતે ગયા હતા.તે દરમિયાન વાહન ચોરી ત્રાટકી તેઓની 40 હજારની કિંમતની બાઈક ચોરી કરી ફરાર થઇ ગયા હતા.વાહન ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસે કોસમડીના સફેદ કોલોની ખાતે રહેતો રીઢા આરોપીને ઝડપ્યો હતો.