સુરતના સરથાણામાં આવેલી સિલિકોન રેસીડેન્સી માં રહેતી મહિલાએ સાત વર્ષના બાળક ઉપર નિર્દય પૂર્વક માર મારી અત્યાચાર ગુજારીયો હતો.ઘરનો ડોર બેલ વગાડવા મુદ્દે બાળકને ઠપકો આપી જવા દેવાના બદલે ઢોર મારવામાં આવ્યો હતો. હદ તો ત્યાં સુધી વટાવી જ્યાં માસુમ બાળકને સોસાયટીમાં જ ઢસડીને લઈ જવાયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં બાળકના પિતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.