ખંભાત શહેરના મોચીવાડ ખાતે આવેલ ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળી પર ગાંધીનગરથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમ્યાન 8 જેટલી ક્ષતિઓ જણાઈ આવતા જિલ્લા પુરવઠા વિભાગે ખંભાત ગોપાલક વિવિધ કાર્યકારી સહકારી મંડળીનો પરવાનો 90 દિવસ માટે રદ કરતો હુકમ કર્યો હતો.ત્યારબાદ ખંભાત પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનને સીલ કરાઈ હતી. જેના પગલે સરકારી વાજભી ભાવની દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.