મહુવા: તલગાજરડાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ બની મહુવા પંથકનું શ્રેષ્ઠ શિક્ષણ કેન્દ્ર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ આજે સરકારી શિક્ષણનું ઉત્તમ મોડેલ બની છે. આધુનિક સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન લેબ, ડિજિટલ શિક્ષણ, આધુનિક લાઇબ્રેરી તેમજ રમતગમતની સુવિધાઓના કારણે આ શાળા સમગ્ર મહુવા પંથકમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની પ્રથમ પસંદ બની રહી છે. સરકારી શાળા હોવા છતાં ધોરણ 6થી 12 સુધીના આશરે 700 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. ગુણવત્તાસભર શિક્ષણ અને સર્વાંગી વિકાસના પ્રયાસોથી આ શાળા ખાનગી શાળાઓને પણ ક