ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે સરસાણા ગામે T40.96 કરોડના 13 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે સુરત જિલ્લામાં હાટ| બજારની આડમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.પૂર્વ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં હાટબજારની આડમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે, જેના કારણે| યુવાનોના માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે આ મુદ્દે ગંભીરતા દાખવી હતી.