અમદાવાદ શહેર: ઠક્કરનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા જૂની અદાવતમાં તોડફોડ
ઠક્કરનગર વિસ્તારમાં ચામુંડાની ચાલીમાં જૂની અદાવતમાં તોડફોડ કરવામાં આવી. એક ટોળાએ સોસાયટી બહાર બીભત્સ ગાળો બોલી વાહનોમાં તોડફોડ કરી..ચાલીમાં રહેતા એક યુવક સાથે વર્ષ પહેલા કોઈ બાબતે ઝગડો થયો હતો.. જેની પોલીસ ફરિયાદ કરતા આ અંગેની અદાવત રાખી 7 થી 8 લોકો ગઇકાલ મોડી રાત્રીએ સોસાયટીમાં ઘૂસીને વાહનોમાં તોડફોડ કરી હતી, સમગ્ર ઘટનાના cctv ગુરુવારે 5 કલાકે સામે આવ્યા.