ગોધરા તાલુકાના મહુલિયા ગામ પાસે બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તાજપુર ડેરી ફળિયાના અર્પીન મણિલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી કે 17 ઓક્ટોબરના બપોરે તેમના ભાઈ શંકરલાલ પટેલ બાઈક પર જતા હતા ત્યારે સામેથી પૂરઝડપે આવેલી ઈકો કારએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી. આ અકસ્માતમાં શંકરલાલ પટેલને પગ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ, જેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. અકસ્માત બાદ કારચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.