ભારે વાહનોના ત્રાસ સામે ગ્રામજનોનો હલ્લાબોલ: કલેક્ટરને અપાયું આવેદનપત્ર કચ્છ: લખપત તાલુકાના નરા, મેઘપર અને દયાપર વિસ્તારના ગ્રામજનોએ આજે માર્ગોની દુર્દશા અને ભારે ઓવરલોડ વાહનોના ત્રાસ સામે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. નરા-મેઘપર-દયાપર વચ્ચેના ૨૫ કિમીના માર્ગ પર મીઠાના ઓવરલોડ ટ્રેલરો અને બહુચક્રીય વાહનોના કારણે રસ્તાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક પંચાયતના પ્રતિનિધિઓ અને આગેવાનોએ માંગ કરી છે કે આ માર્ગને વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગમાં લ