નાંદોદ: નર્મદા જિલ્લામાં “૮મો રાષ્ટ્રીય પોષણ માસ - ૨૦૨૫”ની ઉજવણી ની તૈયારીઓ અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.
Nandod, Narmada | Sep 15, 2025 કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી ચાલનારા “8મા રાષ્ટ્રીય પોષણ માહ-2025” દરમિયાન બાળકો, કિશોરીઓ, ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાનાર છે. ખાસ કરીને આંગણવાડી કેન્દ્રો, શાળાઓ અને આરોગ્ય વિભાગ સાથે વિવિધ ૧૫ જેટલાં વિભાગોને સોંપાયેલી કામગીરી માટે તમામ વિભાગો વચ્ચે સુમેળ જાળવી વ્યાપક જનજાગૃતિ ફેલાવવા સૂચના આપી હતી.