બોટાદ પોલીસ સ્ટેશન અને આંતર જિલ્લા પોલીસ સ્ટેશનના ગુન્હામા 3 વર્ષથી નાસતો ફરતા આરોપીને LCB પંજવણા કાટા પાસેથી ઝડપી લીધો
Botad City, Botad | Sep 16, 2025
બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ હોય જેને લઈને બોટાદ જિલ્લા LCB પોલીસે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન તેમજ આંતર જિલ્લા સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા,મુળી,ધજાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપી અનકુભાઈ બહાદુરભાઈ તકમરીયાને બોટાદ LCB પોલીસે બોટાદ શહેરમાં પંજવણી કાંટા પાસેથી ઝડપી લઇ તેના વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..