નડિયાદ: દેવ હેરિટેજ સોસાયટી સામેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
નડિયાદ શહેરના પોષ વિસ્તાર એવા પીજ ચોકડી પાસે આવેલ દેવ હેરિટેજ સોસાયટી સામેથી પોલીસે વડોદરાના ઈસમને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી પાસેથી 23.450 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું. પૂછપરછ કરતા આરોપી રાજસ્થાનના મહેન્દ્ર બનના પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોવાની કબુલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.