પાટણ જિલ્લાના હારીજ તાલુકામાંથી એક નકલી ડૉક્ટર ઝડપાયો છે. આ વ્યક્તિ કોઈપણ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર દવાખાનું ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.ઝડપાયેલા નકલી ડૉક્ટરનું નામ ટીનાજી ઉર્ફે કટો ગણાજી સોમાજી ઠાકોર (ઉંમર 32, રહે. અસલાડી, તા. હારીજ, જિ. પાટણ) છે.આરોપી ટીનાજી ઠાકોર હારીજ તાલુકાના કાઠી ગામે, વિક્રમજી સંગ્રામજી ઠાકોરના મકાનમાં, પોતાને ડૉક્ટર તરીકે ઓળખાવીને દવાખાનું ચલાવતો હતો.જેને પોલીસે ઝડપી પાડ્યો હતો.