ચુડા: ચુડા તાલુકાના કોરડા ગામે ઘર પાસે એંઠવાડ નાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા પાડોશીઓનો માતા પુત્ર પર લાકડીઓ પાઇપ વડે હુમલો કર્યો
કોરડા ગામે રહેતા સુરેશ તેજાભાઇ મકવાણા એ ચુડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પાડોશી સાથે અગાઉ બોલાચાલી થઈ હતી અને ઘર પાસે એંઠવાડ નાખવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રકાશ બચુભાઇ શ્રીમાળી તથા ગિરિશ બચુભાઇ અને ઉષાબેન ગિરિશભાઇ શ્રીમાળી એ લાકડી અને લોખંડ ની પાઈપ વડે હુમલો કરી માર માર્યા ની ફરિયાદ ચુડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.