સિધ્ધપુર: દેથલી ચાર રસ્તા નજીક ઘકારમાં અચાનક આગ લાગતા કહોડા ના યુવકનો આબાદ બચાવ
Sidhpur, Patan | Jul 5, 2025 સિદ્ધપુર હાઈવે પર દેથળી ચાર રસ્તા નજીક શનિવારે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કહોડા ગામના વિશાભાઈ પટેલ નામના યુવક પોતાની કાર લઈને સિદ્ધપુરથી કહોડા ગામ તરફ જઈ રહ્યા હતા.દેથળી ચાર રસ્તા નજીક પહોંચતા તેમની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. વિશાભાઈએ તરત જ સમયસૂચકતા વાપરીને કારમાંથી છલાંગ લગાવી હતી. તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.