મહુવા: મહુવામાં પોલીસની રેડ: બાઈકની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો
મહુવા ટાઉન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બહારપરા વિસ્તારમાં એક વ્યક્તિ દારૂ રાખી વેચાણ કરતો હોવાની ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી નિર્ધારિત સ્થળે રેડ પાડી હતી. રેડ દરમિયાન એક વ્યક્તિ મોટરસાયકલ સાથે ઉભેલો મળી આવ્યો હતો. પૂછપરછમાં તેણે પોતાનું નામ વાસુરભાઈ મેઘાભાઈ પરમાર, રહે કણકોટ ગામ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની મોટરસાયકલની ડેકી તપાસતા અંદરથી વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. બોટલમાં અંદાજે 200 એમ.એલ.