તળાજા: દેવળિયામાં AAPની મહત્વપૂર્ણ બેઠક, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સમીક્ષા સાથે 2027નું આયોજન
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દેવળિયા મુકામે ગઈકાલે તારીખ 28 મે 2026ના રોજ સાંજના 8 વાગ્યે આમ આદમી પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની સમીક્ષા સાથે આગામી વિધાનસભા ચૂંટણી 2027 માટેની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સદરહું બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષને મળેલા મતોની ચર્ચા સાથે સીટમાં રૂપાંતર ન થવાના કારણો અંગે ગહન મंथન કરવામાં આવ્યુ