આજે તા.18 ડિસેમ્બર ના રોજ સાંજના 8 કલાકના અરસામાં ભાવનગર SOG દ્વારા પાલીતાણા તાલુકાના ખેતલા આપા ટી સ્ટોલ પાસે આવેલી માધવ ડીલક્ષ પાન સેન્ટર પરથી ગોગો સ્ટીક કોન નંગ-૬૫ સાથે દુકાનના માલિક અશોકભાઈ પોપટભાઈ મેરને ઝડપી લેવામાં આવ્યા છે.આ મામલે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી SOG ઇન્ચાર્જ પી.આઈ. એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.