ગોધરા: શહેરના વિનાયકનગર સોસાયટીમાં બનેલી ચોરીની ઘટના મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં વિનાયકનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. રહેવાસી જીગ્નેશકુમાર પ્રજાપતિ 23 ઓક્ટોબરે અમદાવાદ ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી સોનાની ચેઇન, બુટ્ટી, ચૂની, બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ અને રૂ. 9,000 રોકડ મળી કુલ રૂ. 60,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ જીગ્નેશકુમારે 24 ઓક્ટોબરે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.