ભાવનગર: નવાગામેથી બોગસ ડોક્ટરને ઝડપી લેતી ભાવનગર એસઓજી
ભાવનગર SOG પોલીસે બાતમીના આધારે સુનીલભાઈ ભરતભાઈ રાઠોડ, જેની ઉંમર ૨૫ વર્ષ છે અને ભાવનગરના સોડવદરા ગામનો રહેવાસી છે, તે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે.SOG પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની પાસેથી મેડિકલ સાધનો અને વિવિધ દવાઓ મળીને કુલ ₹૫,૩૨૧/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપી સુનીલ રાઠોડ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.