ભરૂચ: એલસીબીએ સારંગપુર ગામ પાસે આવેલ ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ સામાન મળી 49 હજારથી વધુના મુદ્દામાલ સહિત ભંગારીયાને ઝડપ્યો
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે આવેલ કનૈયા નગરમાં રહેતો રાકેશ કુમાર ગુપ્તાના ગોડાઉનમાં શંકાસ્પદ એસ.એસ.નો જથ્થો પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી એસ.એસ.ના પાઇપ,રિંગ,વાલ્વ સહિત 123 કિલો ભંગાર મળી આવ્યો હતો.પોલીસે 49 હજારથી વધુના મુદ્દામાલ અંગે ભંગારી રાકેશ ગુપ્તાની પૂછપરછ કરી હતી.