સીંગવડ: સીંગવડ તાલુકાના કેસરપુર ખાતે નવીન બ્રીજ માટે અંદાજિત રકમ ૨૪.૦૦ કરોડ ફાળવવામાં આવી
Singvad, Dahod | Sep 22, 2025 આજે તારીખ 22/09/2025 સોમવારના રોજ બપોરે 3 કલાકે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરની આગ્રહપૂર્વક રજૂઆતને અનુસરી સીંગવડ તાલુકાના કેસરપુર ખાતે નવીન બ્રીજ બનાવવા માટે અંદાજિત રૂ. ૨૪.૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.આ નવીન બ્રીજના નિર્માણથી સ્થાનિક લોકો માટે પરિવહનમાં સુવિધા વધશે તથા વરસાદી મોસમ દરમિયાન થતા અવરજવરનાં મુશ્કેલીઓમાંથી રાહત મળશે. સાથે સાથે આસપાસના ગામો વચ્ચે સંચાર અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.