હાલોલ ટાઉન પોલીસે આજે બુધવારે સાંજના સુમારે 31 ડિસેમ્બરને લઇ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' સામે કડક ઝુંબેશ શરૂ કરી છે.હાલોલ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા સહિતની ટીમે સઘન ચેકીંગ હાથ ધરી નાગરિકોની સુરક્ષા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.જ્યારે નશાની હાલતમાં જતા લોકોને ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશો કરી ગાડીઓમાં ફરતા ઇસમોના ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે