જિલ્લા પંચાયત ખાતેથી 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાન અંતર્ગત 'સ્વચ્છોત્સવ'નો શુભારંભ કરાયો
Veraval City, Gir Somnath | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના ૭૫ વર્ષ નિમિત્તે આજથી તા.2જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી દેશભરમાં "સ્વચ્છતા હી સેવા"-2025ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી, ઈણાજ ખાતે ‘સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ’ દ્વારા જિલ્લાભરમાં 'સ્વચ્છોત્સવ' નો શુભારંભ કરવામાં આવ્યો હતો.