તળાજા: રેલિયા વાડી વિસ્તારમાં દીપડાની દહેશત: ખેડૂતની વાડીમાં દીપડો અને બે બચ્ચાં દેખાતા વન વિભાગ સામે રોષ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલિયા વાળી વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે સ્થાનિક ખેડૂતો અને મજૂરોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખેડૂત ઝવેરભાઈ ભાલિયાના જણાવ્યા મુજબ તેમની નાળિયેરી અને કેળાના બગીચામાં મજૂરો નાળિયેર કાપવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો દેખાયો હતો. દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતા મજૂરો ગભરાઈને સ્થળ પરથી બહાર નીકળી ગયા હતા. ખેડૂતના જણાવ્યા અનુસાર સવારે આશરે 10:30 વાગ્યે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, ઘટનાસ્થળે માત્ર ફોરે