તારાપુર: માર્કેટયાર્ડમાં શ્રીરામ ડાંગરની સૌથી ઊંચી બોલી બોલાઈ.
Tarapur, Anand | Nov 5, 2025 તારાપુર માર્કેટયાર્ડમાં ડાંગરની હરાજીમાં શ્રીરામ ડાંગરની સૌથી ઊંચી બોલી બોલાઈ હતી. જેમાં શ્રી રામ ડાંગરના 20 કિલોના 619 ની બોલી બોલાઈ હતી.જ્યારે સૌથી ઓછી બોલી ગુજરીની બોલાઈ હતી.જેનો 300 થી 361ભાવ પડ્યો હતો.જ્યારે ગુજરાત 17નો 300 થી 565નો ભાવ પડ્યો હતો.મોતી ડાંગરનો 350 થી 431 અને સોનમ 350 થી 546નો ભાવ પડ્યો હતો.