સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં જમીન અને પ્લોટના નામે નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર શખ્સ વિરુદ્ધ કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક અને શાતિર ઠગે નિર્દોષ લોકોને પોતાના જાળમાં ફસાવીને મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં એપ્રિલ ૨૦૨૬ દરમિયાન નોંધાયેલા ગુના અનુસાર, આરોપી ઉમંગ હરીભાઈ ઠક્કરે કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં ‘નિર્વાણા’ નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જે જમીન પર પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો હતો, તે જમીન વર્ષ ૨૦૧૮માં જ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવી હોવા છતાં, જમીનના ટાઇટલ ક્લિયર ન હોવા છતાં આ શાતિર ઠગે ખુલ્લા પ્લોટનું બુકિંગ શરૂ કરી દીધું હતું.
૧૫ થી વધુ લોકો સાથે ૧.૫૬ કરોડની છેતરપિંડી
આરોપીએ અલગ-અલગ ૧૫ થી વધુ જેટલા સહાયતા અને ફરિયાદીઓને પ્લોટના બુકિંગના નામે વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીઓ પાસેથી પ્લોટ �
#SuratNews #Kamrej #FraudCase #GujaratPolice #BreakingNews
Udhna, Surat | Jul 28, 2026