હાલોલ: હાલોલના વાવડી ગામમાં પાલતુ પશુ પર મગરનો હુમલો,વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે મગરનુ રેસ્ક્યૂ કર્યું હતુ
હાલોલના વાવાડી ગામમા છેલ્લા કેટલાક સમયથી મગરની હલચલ દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો જેની જાણ વન વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારિના માર્ગદર્શન હેઠળ વન વિભાગે તાત્કાલિક ગામમા પાંજરા મૂક્યા હતા જેથી મગર પાંજરામા અટવાઇ ગયો.આ પછી વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે તા.28 સપ્ટેમ્બર રવિવારના રોજ બચાવ કામગીરી કરીને મગરને પકડ્યો હતો અને સલામત રીતે બહાર કાઢ્યો હતો ત્યારબાદ મગરને પકડી સલામત રીતે જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હતો