નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે નાતાલ પર્વની ઉજવણીને લઈને શાન્તા પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું.ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે. ક્રિશ્ચિયન ધર્મજનો માટે નાતાલનો પવિત્ર તહેવાર ની શરૂઆત થઈ છે. આ પવિત્ર અઠવાડિયા દરમિયાન નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા શાંતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.