સુરતના ઝોન 5 માં સમાવિષ્ટ અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા ઘરફોડ અને ચોરી જેવા ગુન્હામાં રિકવર કરવામાં આવેલ મોબાઈલ,રોકડા રૂપિયા,સોનાના ઘરેણા સહિત વાહનો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.એડીશનલ સીપી કે.એન.ડામોરની અધ્યક્ષતામાં યોજાયેલ "તેરા તુજકો અર્પણ"કાર્યક્રમ અંતર્ગત મુદામાલ પરત કરી મૂળ માલિકોના ચેહરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો.