રાપર તાલુકાના જાટાવાડા માં એક એવી કરૂણ ઘટના સામે આવી છે. જેમાં બે માસૂમ બાળાઓના અકાળે મોતથી સમગ્ર પંથક શોકમાં ગરકાવ થઈ ગયો છે. રાપર તાલુકાના જાટાવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળાઓ નું જીવન ક્ષણમાં ખૂટી ગયું. હતુંજાટાવાડા ગામના કોળી પરિવારની બે બાળાઓ, દયાબેન અને આરતી, અકસ્માતે ગામ નજીક આવેલા તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ માટે તંત્રને જાણ કરી હતી.