ગાંધીધામ: મનપા અને ઇસરો અમદાવાદ દ્વારા મૈત્રી મહાવિદ્યાલય આદિપુર ખાતે યોજાયેલ ત્રિદિવસીય એક્ઝિબિશનનું શાનદાર સમાપન
ગાંધીધામ મહાનગરપાલિકા અને અમદાવાદ ઇસરોના સહયોગથી આદિપુર ખાતે મૈત્રી મહાવિદ્યાલય માં તારીખ 23 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઈસરો એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન ગાંધીધામ, આદિપુર અને અંજારના કુલ 9,591 વિદ્યાર્થી અને શહેરના 1054 મુલાકાતેવીઓએ આ એક્ઝિબિશન નિહાળ્યું હતું. એટલે કુલ 10555 વ્યક્તિઓ એ આ વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન જોવાનો અનેરો લાવો લીધો હતો..