સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં જેનાબાદ ગામેથી સાવડા જવાના રસ્તે નવા ગામ તળને લઈને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે જેમાં તાલુકા પંચાયત સ્ટાફ પોલીસ સ્ટાફ મામલતદાર સ્ટાફ સવારે 8:00 થી બપોરે ત્રણ કલાક સુધીમાં કુલ 37 જેટલા દબાણકારોનું દબાણ હટાવ્યું હતું ત્યારે અંદાજિત 1200 ચોરસ વાર દબાણ હટાવ્યું હતું જેમાં ત્રણસો ચોરસ વાર પાકું દબાણ અને 900 ચોરસ વાર કાચું દબાણ હટાવવામાં આવ્યું હતું.