ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા તાલુકાના મોરવા (રેણાં) વિસ્તારમાં આવેલા ખેતરોની મુલાકાત લઈ માવઠાને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી અને સ્થાનિક ખેતીવાડી અધિકારી તેમજ સર્વે ટીમને સાથે રાખીને ખેડૂતો સાથે તેઓના ખેતરોની મુલાકાત લીધી હતી.