કડાણા: કડાણા તાલુકા પંચાયત કચેરી ખાતે વાનગી ઉત્સવ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે સવારે મહિલાઓ બાળકો અને કિશોરીઓમાં પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા આવે તેવા ઊંમદા આશયથી વાનગી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોષણ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ માટે ટેક હોમ રાશન તેમજ પૌષ્ટિક ખાદ્ય પદાર્થના ઉપયોગો સહિત વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજાઈ હતી પોષણયુક્ત આહાર અંગે સમજૂતી આપવામાં આવી. લોકોમાં જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાયો.