કાલાવાડ: નાનીવાવડી રોડ પર આવેલ ઓઇલ મીલમાંથી પોલીસે બીયરનો જથ્થો કબજે કરી એકની અટકાયત કરી
જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર ગોલણીયા ગામ નજીક નાની વાવડી રોડ પર આવેલી વરૂડી ઓઇલ મીલમાં તેના સંચાલક દ્વારા બિયર નો જથ્થો ઉતારવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય વિભાગની પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઓઇલ મીલ માંથી ચાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસે બિયરનો જથ્થો કબજે કરી લીધો છે, અને ઓઇલ મીલર ધર્મેશ વીરજીભાઈ ટીંબડીયાની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.