ગોધરા: દેશના માર્કેટિંગ યાર્ડ અને સહકારી ક્ષેત્રે થયેલ વિકાસ માટે APMC દ્વારા PM મોદીને પત્ર લખીને આભાર વ્યક્ત કરાયો
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025 નિમિત્તે ગોધરા એપીએમસી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ અભિયાન યોજાયું. ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, કમિટી સભ્યો, ખેડૂતો, વેપારીઓ અને સહકારી આગેવાનો જોડાયા. વડાપ્રધાનના ૭૫મા જન્મદિવસે દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી તથા સહકાર મંત્રાલયની સ્થાપના, “હર ઘર સ્વદેશી” અભિયાન, ગ્રામ્ય અર્થતંત્રને ગતિશીલ બનાવતા પ્રજાલક્ષી નિર્ણયો, GST ઘટાડો અને સહકારી માળખામાં સુધારા માટે પ્રશંસા વ્યક્ત કરી.