અંજાર શહેરના રામેશ્વરનગરમાં પતિએ પત્નીને ત્રાસ આપતા ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ફરીયાદી સીતાબેને તેના પતિ રમાકાંત સામે નોધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ફરીયાદીને ચાય બનાવવા બાબતે તથા ઘરના સામાનની માગણી કરતા ફરીયાદીએ સામાન લાવવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ફરીયાદીને માર મારી ગાળો આપી મુઢ ઈજા પહોચાડ જાનથી મારી નાખવાની ધમકી અને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.