જાફરાબાદ: પીપાવાવ મરીન પોલીસ દ્વારા રામપરા-૨ શાળામાં બાળકોને ‘કોમલ’ ફિલ્મ દ્વારા ગુડ ટચ-બેડ ટચની આપી સમજણ
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન દ્વારા “MISSION SMILE” અંતર્ગત રામપરા-૦૨ પ્રાથમિક શાળાના નાના વિદ્યાર્થીઓને ‘કોમલ’ શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી.આ ફિલ્મ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચ વિશે સરળ અને સમજણભર્યો સંદેશ આપવામાં આવ્યો.પોલીસ દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવા અને તેમની સુરક્ષાની દિશામાં આ પ્રશંસનીય પ્રયાસ હાથ ધરાયો.