મહુવા: ચૂંટણી વચ્ચે હત્યાનો બનાવ: મહુવામાં તણાવ નો માહોલ
મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના નવા બસ સ્ટેન્ડ નજીક સમીર યાફાઈ નામના વ્યક્તિ મતદાન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ત્રણ જેટલા શખ્સોએ સમીર સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી બાદ આ મામલો હિંસક બની ગયો અને આરોપીઓએ સમીર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે સમીર યાફાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.