હિંમતનગર: કાંકણોલ પાસે HUDAના વિરોધમાં 'ખેડૂત મહાસંમેલન'નું એલાન; 30મી ઑક્ટોબરે કિસાન શક્તિનું પ્રદર્શન
હિંમતનગર અને આસપાસના 11 જેટલા ગામોમાં HUDA (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ના ડ્રાફ્ટ પ્લાન સામે ચાલી રહેલો વિરોધ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. 'હુડા હટાવો, જમીન બચાવો'ના નારા સાથે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.