જોડિયા: દુધઇ ગામ પાસેના સોલાર પ્લાન્ટ ખાતે ૩૯ હજારનો કોપર વાયર ચોરી થયો, અજાણ્યા તસ્કરો સામે પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
મોરબીના નિકુંજ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી જીતેન્દ્ર લવજીભાઇ દેકાવડીયાએ ગઇકાલે જોડીયા પોલીસમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ કરી. ગત તા. ૫-૧૦ રાત્રીના કોઇ સમયે દુધઇ પાસે આવેલ ફરીયાદીના સોલાર પ્લાન્ટ ખાતે અજાણ્યા શખ્સોએ ત્રાટકીને પ્લાન્ટમાંથી સુંદરમ એનર્જીના પ્લાન્ટના પ્લોટ નં. ૩માંથી ૧૩૦૦ મીટર કોપર વાયર જેની કિ. ૩૯ હજારની ચોરી કરી ગયા હતા.