દસાડા: દસાડા તાલુકાના ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા મામલતદારને આવેદન
દસાડા તાલુકા ભારતીય કિસાન સંઘે ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા પાટડી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું. રાસાયણિક ખાતર અને બિયારણના ભાવ વધારો પાછો ખેંચવા, પાંચ લાખ સુધીનું વ્યાજમુક્ત પાક ધિરાણ, નકલી ખાતર-બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહી, વન્યજીવો અને કુદરતી આફતથી નુકસાનનું વળતર, તેમજ ટેકાના ભાવે સમયસર ખરીદીની માંગ કરાઈ. તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.