ધરણીધર તાલુકાના સરહદી પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જ્યારે આજરોજ આછુંવા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ બેમાં ગાબડું પડ્યું હતું .ગાબડું પડતાની સાથે જ ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા .બે દિવસ પહેલા કેનાલ નું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ સમારકામમાં કંઈક ને કંઈક ગેરરીતી હોવાને લઈને ફરીથી ગાબડું પડતા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.