સાવરકુંડલા રેલવે ફાટક પર કર્મચારીની બેદરકારીથી નગરજનો હેરાન થઈ ગયા છે.ફાટકના રેલવે કર્મચારી દ્વારા સમયસૂચકતાની કોઇ કાળજી લેવામાં ન આવતી હોવાની લોકોમાં ફરિયાદ છે. નગરજનોને આવનારી ટ્રેન માટે લાંબા સમય સુધી રોકી રાખવી અનૈતિક ગણાઈ રહી છે અને આથી રેલવે તંત્રએ યોગ્ય ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.