વિજાપુર: વિજાપુર તાલુકા શાળા નજીક ગાડી ચાલકે બાળક ઉપર ગાડી ટાયર ફેરવી દેતા સારવાર માટે લઈ જવાયો પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાઈ
વિજાપુર તાલુકા શાળા નજીક કોઈ ગાડી ના ચાલકે શાળા નજીક રમતા બાળક ઉપર ગાડી નો ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત ને લઇને લોકો ભેગા થઈ ગયા હતા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ગંભીર ઇજા ના કારણે પ્રાથમિક સારવાર બાદ હિંમતનગર વધુ સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે આજરોજ મંગળવારે સાંજે 4 કલાકે જાણવા જોગ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.