લીલીયા તાલુકાના હાથીગઢ ગામ નજીક ફાટક નંબર 35 પાસે એક આધેડ વયના વ્યક્તિએ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક અમરશીભાઈ નાગજીભાઈ પંચાસરા (રહે. રાભડા, તા. લાઠી) હોવાનું જાણવા મળ્યું છે. પારિવારિક વિવાદ અને કોર્ટ કેસના કારણે તેઓ છેલ્લા ત્રણ દિવસથી માનસિક તણાવમાં હતા. ઘટનાની તપાસ લીલીયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.