શિવાજી સર્કલ વિસ્તારમાં મિત્ર દારૂ સાચવવા આપી ગયો હતો અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
ભાવનગર એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે શિવાજી સર્કલ નજીક ધાવડીમાં વાળા ખાંચામાં છાપો મારી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ અને બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળતા ઓરડીમાં તપાસ કરતા નીખીલ ઉર્ફે ગટ્ટુ ભરતભાઈ બારૈયા પાસેથી કુલ રૂ. 13,150/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે દારૂ વિજય ઉર્ફે ચીંકણી સોંડાભાઈ વેગડ દ્વારા સાચવવા માટે આપેલો હતો. એલ.સી.બી. દ્વારા બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.